કોંગ્રેસને રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્યોના ક્રોસ વોટિંગનો ડર

કોંગ્રેસને રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્યોના ક્રોસ વોટિંગનો ડર

પાલનપુર: ભાજપના કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ મંત્રીપદે આરૂઢ થયા પછી બુધવારે પ્રથમ વખત ગુજરાત પહોંચ્યા હતા તેમના આગમન સાથે જ કોંગ્રેસ જાણે કાંપી ઊઠી હોય તેમ રાજ્યસભાની ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલા જ ધારાસભ્યો ભાજપમાં જાય નહીં કે ક્રોસ વોટિંગ કરે નહીં તે માટે પાલનપુરના બાલારામ રિસોર્ટમાં ખસેડ્યા હતા જેના પગલે બાલારામ રિસોર્ટમાં ધારાસભ્યો માટે તમામ વ્યવસ્થા કરાઇ છે રાત્રે પહોંચીને કોંગી ધારાસભ્યોએ શાક, રોટલી અને દાળભાત આરોગ્યા હતા ત્યારબાદ આજે સવારે સાદો નાસ્તો અને ચા-કોફીની પીધી હતી br સવારે આબુ જવાનું નક્કી કર્યા પછી એકાએક યોજના ફેરવીને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં ધારાસભ્યો બુધવારે રાત્રે સાડા નવ વાગ્યે પહોંચી ગયા હતા પણ, ભાજપમાં જોડાઇ શકે તેવા શંકાસ્પદ ગણાતા અલ્પેશ જૂથના અલ્પેશ ઠાકોર,ધવલસિંહ ઝાલા રિસોર્ટમાં ગયા નથી આ ધારાસભ્યો સાથે કોંગ્રેસના કુલ 10 ધારાસભ્યો રિસોર્ટમાં ગયા નથી હવે તમામ ધારાસભ્યો રાજયસભાના તા 5ના મતદાનના દિવસે જ સીધા ગાંધીનગર મતદાન મથક પર પહોંચશે તેમ સૂત્રોનું કહેવું છે


User: DivyaBhaskar

Views: 140

Uploaded: 2019-07-04

Duration: 01:20