સુરતના કતારગામમાં નીકળેલી જાનને થંભાવી વરરાજાએ મતદાન કર્યું

સુરતના કતારગામમાં નીકળેલી જાનને થંભાવી વરરાજાએ મતદાન કર્યું

સુરતઃકતારગામ ગજેરા સર્કલ પાસે મહાવીર નગર સોસાયટીમાંથી નીકળેલી જાનને અટકાવીને વરરાજાએ મતદાન કર્યું હતુંતુષારભાઈ નામના વરરાજા અને તેમના માતાપિતાએ લગ્નનું મુહૂર્ત હોવા છતાં તે અટકાવીને મતદાન કરવાની ફરજ તેઓ ચુક્યા નહોતા ગજેરા સર્કલ પાસે આવેલી નગર પ્રાથમિક શાળામાં વરરાજાએ મતદાન કરીને જણાવ્યું હતું કે, તેમણે જીંદગીના શ્રેષ્ઠ કહી શકાય તેવા લગ્ન પ્રસંગને અટકાવીને મતદાનનું કર્તવ્ય ભૂલ્યાં નથી ત્યારે લોકોએ ઘરમાં બેસીને સમય પસાર કરવાની જગ્યાએ મજબૂત લોકશાહી માટે અને મજબૂત શાસકને ચૂંટી કાઢવાના હથિયારનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ


User: DivyaBhaskar

Views: 789

Uploaded: 2019-04-23

Duration: 00:47

Your Page Title