રોહતકમાં મોદી વિરૂદ્ધ બોલતા નવજોત સિંહ સિદ્ધુ પર ચપ્પલ ફેંકાયું

રોહતકમાં મોદી વિરૂદ્ધ બોલતા નવજોત સિંહ સિદ્ધુ પર ચપ્પલ ફેંકાયું

હાર્દિક, કેજરીવાલ અને હવે નવજોત સિંહ સિદ્ધુ પર અટેક પંજાબના રોહતકમાં એક ચૂંટણીસભા સંબોધી રહેલા નવજોતસિંહ સિદ્ધુને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો ચાલુ સભામાં સિદ્ધુ પર ચપ્પલ ફેંકવામાં આવ્યું દાવો છે કે આ ચપ્પલ પાસેના એક મકાનની છત પરથી ફેંકવામાં આવ્યું હતું પરંતુ ચપ્પલ મંચ સુધી પહોંચ્યું નહોતુ ચપ્પલ ફેંકવાનો આરોપ એક મહિલા પર લાગ્યો છે મહિલાની ધરપકડ કરી પોલીસે પૂછપરછ કરી તો કંઇક આવો જવાબ મળ્યો હતો જોકે બાદમાં મહિલાએ ચપ્પલ ફેંકવાની ચોખ્ખી ના પાડી દીધી હતી એટલે પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી એટલુ જ નહીં સિદ્ધુએ મોદી વિરૂદ્ધ બોલવાનું શરૂ કરતા જ મોદી સમર્થકોએ મોદીના નારા લગાવ્યા હતા જેના પર કોંગ્રેસ સમર્થકો ભડક્યા હતા અને તેમણે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા બંને પક્ષના સમર્થકો વચ્ચે લડાઈ શરૂ થતાં પોલીસને વચ્ચે પડી મામલો થાળે પાડવો પડ્યો હતો


User: DivyaBhaskar

Views: 1.8K

Uploaded: 2019-05-09

Duration: 01:24

Your Page Title