કેજરીવાલે કહ્યું- ઈન્દિરા ગાંધીની જેમ અંગત સુરક્ષાકર્મી મારી કોઈ પણ ક્ષણે હત્યા કરી શકે છે

કેજરીવાલે કહ્યું- ઈન્દિરા ગાંધીની જેમ અંગત સુરક્ષાકર્મી મારી કોઈ પણ ક્ષણે હત્યા કરી શકે છે

દિલ્હીના મુખ્યંમત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું કે, તેમની પણ ઈન્દિરા ગાંધીની જેમ હત્યા કરવામાં આવી શકે છે કેજરીવાલે એક ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, મારા અંગત સુરક્ષાકર્મી ભાજપ અને કેન્દ્ર સરકારને રિપોર્ટ કરે છે આ સંજોગોમાં કોઈ પણ ક્ષણે મારી હત્યા થઈ શકે છે br br મારા પીએસઓ ભાજપ સરકારને રિપોર્ટ કરે છે- કેજરી:ઈન્ટરવ્યૂમાં કેજરીવાલે કહ્યું કે, મારી આસપાસ જે પણ સુરક્ષાકર્મી તહેનાત છે તેઓ ભાજપ સરકારને રિપોર્ટ કરે છે મારા પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) કેન્દ્ર સરકારને રિપોર્ટ કરે છે શક્ય છે કે, મારા અંગત સુરક્ષા અઘિકારીનો ઉપયોગ કરીને મારી હત્યા પણ એવી રીતે કરાવી દેવામાં આવે જે રીતે ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી ભાજપ મારી હત્યા કરાવી શકે છે મારું જીવન બે મિનિટમાં જ ખતમ થઈ શકે છે


User: DivyaBhaskar

Views: 2K

Uploaded: 2019-05-18

Duration: 00:56

Your Page Title