કારની પાછળ સાંકળેથી બાંધીને એટીએમ ચોરવાનો કર્યો પ્રયત્ન, સીસીટીવીમાં કેદ ફજેતી

કારની પાછળ સાંકળેથી બાંધીને એટીએમ ચોરવાનો કર્યો પ્રયત્ન, સીસીટીવીમાં કેદ ફજેતી

સોશિયલ મીડિયામાં અવારનવાર તમારી સામે એટીએમ ચોરીના એવા કિસ્સા પણ આવતા જ હશે જેમાં બદમાશો કેશ ભરેલું એટીએમ લઈને જ રફૂચક્કર થઈ જતા હોય છે એવા જ શાતિર ઈરાદે આ બંને શખ્સો ઓસ્ટ્રેલિયાના એક સ્ટોરની બહાર આંટાફેરા મારતા જોવા મળ્યા હતા એક વાર રેકી કરીને આ બંને જણા તરત જ ત્યાં કાર લઈને પાછા પણ આવે છે સ્ટોરનો દરવાજો તોડીને એક શખ્સ અંદર પહોંચી જાય છે સહેજ પણ મોડું કર્યા વગર તે સીધો જ કારની પાછળ બાંધેલી સાંકળ લઈને એટીએમની પાસે પહોંચી જાય છે આ નજારો જોઈને તમે સમજી જ ગયા હશો કે મહાશયનો ઈરાદો તેને ખેંચીને જ લઈ જવાનો છે જેવી તેમણે ગાદી ભગાવી કે તરત જ સીન થઈ ગયો એટીએમને ઉખાડવાનો તેમનો પ્લાન પહેલે ધડાકે જ નિષ્ફળ ગયો ફરીથી સાંકળને બાંધીને ગાડી ભગાવી પણ તેમના હાથમાં નિષ્ફળતા જ લાગી હતી અંતે હારી થાકીને રવાના થઈ ગયેલા આ ચોરોનો વીડિયો વાઈરલ થતાં જ લોકોએ પણ તેમની મજાક ઉડાવીહતી


User: DivyaBhaskar

Views: 784

Uploaded: 2019-05-28

Duration: 01:34

Your Page Title