સુડાવડ ગામનાં કુવામાં દીપડો ખાબકતા રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો, બોરાળામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો

સુડાવડ ગામનાં કુવામાં દીપડો ખાબકતા રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો, બોરાળામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો

અમરેલી:બગસરાના સુડાવડ ગામના ખેતરમાં દીપડો કુવામાં ખાબકતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી વન વિભાગની ટીમ ઘટનાસ્થળ પરપહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ કરી દીપડાને કુવામાંથી બહાર કાઢ્યો હતો આ ઘટના શાપર રોડ પર આવેલા ખેતરમાં બની હતી બીજી તરફ ખાંભાના બોરાળામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો ખેડૂત પોતાની વાડીમાં કામ કરી પોતાના બળદને પાણી પીવળાવી રહ્યાં હતા તે દરમિયા દીપડાએ પાછળથી ખેડૂત પર હુમલો કર્યો હતો જેમાં ખેડૂત ઈજાગ્રસ્ત થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા


User: DivyaBhaskar

Views: 389

Uploaded: 2019-06-05

Duration: 00:57

Your Page Title