વાવાઝોડાને લઈ તંત્રને એલર્ટ રહેવા સુચના આપી, માછીમારોએ દરિયો ખેડવો નહીં: મુખ્યમંત્રી

વાવાઝોડાને લઈ તંત્રને એલર્ટ રહેવા સુચના આપી, માછીમારોએ દરિયો ખેડવો નહીં: મુખ્યમંત્રી

સોમનાથઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી વેરાવળ(સોમાનાથ)પાલિકા દ્વારા 5 કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન અટલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને વીર સાવરકર સ્વિમિંગપૂલ લોકાર્પણ કરવા પહોંચ્યા હતા આ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી પત્ની અંજલિબહેન રૂપાણી સાથે સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે,સૌરાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે વાવાઝોડું આવી શકે છે, માછીમારોને દરિયો ખેડવો નહીં અને દરિયામાં હોય તો કોઈ સુરક્ષિત જગ્યાએ નીકળી જવું આ મામલે તંત્રને પણ એલર્ટ રહેવા અને કોઈપણ જાતનું નુકસાન ન થાય તેવી સુચના આપી દીધી છે


User: DivyaBhaskar

Views: 5K

Uploaded: 2019-06-10

Duration: 01:45

Your Page Title