રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકારને રેલવે પોલીસે ઢોર માર માર્યો, કપડાં ફાડી નાંખ્યા

રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકારને રેલવે પોલીસે ઢોર માર માર્યો, કપડાં ફાડી નાંખ્યા

ઉત્તર પ્રદેશના શામલીમાં એક પત્રકારને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે અહીં રેલવે પોલીસે એક પત્રકારના કપડાં ઉતાર્યા, તેની સાથે મારઝૂડ કરી અને તેના ઉપર પેશાબ પણ કર્યો હતો આ ઘટના મંગળવારે રાતે શામલીમાં થઈ હતી સૂત્રોમા જણાવ્યા પ્રમાણે અહીં એક ખાનગી ન્યૂઝ ચેનલ ન્યૂઝ 24માં સ્ટ્રિંગર અમિત શર્મા ડિરેલ થયેલી માલગાડીનો રિપોર્ટ કરવા ગયો હતો અને ત્યારે જ જીઆરપીના પોલીસ કર્મીઓએ તેની સાથે ખૂબ મારઝૂડ કરી હતી br br અમિત જ્યારે તેના મોબાઈલથી ફૂટેજ લઈ રહ્યો હતો ત્યારે રેલવે પોલીસે તેનો મોબાઈલ છીનવી લીધો હતો અને તેની સાથે મારઝૂડ શરૂ કરી દીધી હતી ત્યારપછી અમિતને આખી રાત રેલવે પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હતો બુધવારે સવારે સાથી કર્મચારીઓએ વિરોધ અને ધરણાં કરતાં તેને છોડવામાં આવ્યો હતો અમિત સાથેની મારઝૂડનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે


User: DivyaBhaskar

Views: 1.3K

Uploaded: 2019-06-12

Duration: 01:14

Your Page Title