હોંગકોંગમાં 4 દિવસથી ચાલતા પ્રદર્શનમાં હિંસા વકરી, પોલીસે ચલાવી રબ્બરની ગોળીઓ

હોંગકોંગમાં 4 દિવસથી ચાલતા પ્રદર્શનમાં હિંસા વકરી, પોલીસે ચલાવી રબ્બરની ગોળીઓ

હોંગકોંગ:પ્રસ્તાવિત પ્રત્યાર્પણ બિલ વિરુદ્ધ હોંગકોંગમાં ત્રણ દિવસ પછી ફરીવાર દેખાવો કરાયા દેખાવકારોએ બિલ પાછું ખેંચવા સરકારને બુધવાર સવારના 7 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો આ સમયસીમા વીતી જતાં વરસાદ છતાં 50 હજારથી વધુ લોકો કાળાં કપડાંમાં માર્ગો પર ઊતરી આવ્યા માર્ગો પર ચક્કાજામ કરી 8 કલાક સુધી શહેરમાં આવી સ્થિતિ સર્જી બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યે દેખાવકારો સંસદ તરફ વધવા લાગ્યા તો તેમણે અટકાવવા પોલીસે લાઠીચાર્જ કર્યો તેની સામે પથ્થરમારો શરૂ થઈ ગયો પોલીસે ટીયરગેસ છોડ્યો, રબર બુલેટ પણ ચલાવી હતી ઘટનામાં 25થી વધુ લોકો ઘવાયા 100થી વધુ લોકોની અટકાયત કરાઈ હતી


User: DivyaBhaskar

Views: 902

Uploaded: 2019-06-13

Duration: 02:12