માર્કેટ યાર્ડના પાંચ ગોડાઉનના પતરા ઉડ્યા, વરસાદમાં પાક અને ખોળનું નુકસાન

માર્કેટ યાર્ડના પાંચ ગોડાઉનના પતરા ઉડ્યા, વરસાદમાં પાક અને ખોળનું નુકસાન

હારીજ:ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ યાર્ડના પાંચ ગોડાઉનની છત ઉપરના પતરા ઉડી ગયા હતા જેને પગલે વેપારીઓના દિવેલા, ગવાર, ખોળ વરસાદમાં ભીંજાઈ ગયો હતો જેમાં પચાસ જેટલી ખોળબોરીને ભારે નુકસાન થવા પામ્યું હતું હારીજ ખાતે ગુરૂવારના રોજ રાત્રે અચાનક સુસવાટા મારતો પવનરૂપી વાવાઝોડું ત્રાટકતા માર્કેટયાર્ડ અંદરના ગોડાઉનોના છતના પતરા ઉડીને વેરવિખેર થઈ ગયા હતા રાત્રિનો સમય હોઇ જાનહાની ટળી હતી પણ યાર્ડના જુદા જુદા વેપારીઓના ગોડાઉનમાં પડેલા એરંડા, રાયડો, ગવાર અને ખોળ વરસાદમાં 20 ટકા જેટલો ભીંજાઇ જવા પામ્યો હતો પાંચ ગોડાઉનના પતરા ઉડી જતાં એ ગોડાઉનમાં પડેલા ખોળની 40 થી 50 બોરી ખોળ વધારે પલળી ગયો હતો


User: DivyaBhaskar

Views: 269

Uploaded: 2019-06-14

Duration: 00:33

Your Page Title