22 બાળકો ભરેલી સ્કૂલ વાનનો દરવાજો ખુલ્લો રહેતા ત્રણ બાળકો રસ્તા પર પટકાયા

22 બાળકો ભરેલી સ્કૂલ વાનનો દરવાજો ખુલ્લો રહેતા ત્રણ બાળકો રસ્તા પર પટકાયા

અમદાવાદઃ નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જતા એક બાળકને ગંભીર ઈજા થઈ છે એક વાન બગડતા બીજી વાનમાં ઘેટા બકરાની જેમ કુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા જેને પગલે સ્કૂલવાન વળાંક લેતી હતી ત્યારે વાનનો દરવાજો ખુલ્લો રહી જતા ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા જેમાં એક વિદ્યાર્થિનીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ ઘટના બાબતે DivyaBhaskarએ પંચામૃત સ્કૂલનો સંપર્ક કરતા પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ મીટિંગમાં હોવાનું જણાવ્યું હતું


User: DivyaBhaskar

Views: 7.5K

Uploaded: 2019-06-17

Duration: 00:54

Your Page Title