કુલ્લુ પાસે 500 ફુટ ઊંડી ખીણમાં બસ પડી, 25 યાત્રિકોના મોત

કુલ્લુ પાસે 500 ફુટ ઊંડી ખીણમાં બસ પડી, 25 યાત્રિકોના મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકી છે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 યાત્રિકોના મોત નિપજ્યાં છે જ્યારે કે 25થી વધુ લોકો ગંભીર છે પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે દુર્ઘટના કુલ્લુમાં બંજર વિસ્તારની પાસે ભેઉટ ટર્ન પાસે થઈ છે br br કુલ્લુ એસપી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું કે બસમાં લગભગ 50 યાત્રી સવાર હતા બસ કુલ્લુથી ગાડાગુશેણી જઈ રહી હતી એક વણાંક પાસે બસ લગભગ 500 ફુટ નીચે ખીણમાં પડી ગઈ હતી જ્યાં દુર્ઘટના ઘટી ત્યાં નદી પણ છે એવામાં રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે ઘાયલોની પીઠ પર મૂકીને બહાર લાવવામાં આવી રહ્યાં છે br રિપોર્ટ મુજબ આ દુર્ઘટના લગભગ 4 વાગ્યે થઈ હતી રસ્તાનો આ વણાંક ખતરનાક છે જ્યાં બસને પાછળ લઈ ગયા બાદ જ ટર્ન મારી શકાય છે ત્યારે આવા પ્રયાસ કરતાં બસ ખીણમાં પડી ગઈ ખીણની પાસે નદી પણ છે 48 સીટવાળી આ બસમાં લગભગ 60 લોકો સવાર હતા


User: DivyaBhaskar

Views: 7.7K

Uploaded: 2019-06-20

Duration: 00:36

Your Page Title