અઠવાલાઈન્સ ખાતેની વનિતા વિશ્રામ સ્કૂલમાં ટ્રાન્સપોર્ટ સુવિધાના અભાવે વાલીઓનો હોબાળો

અઠવાલાઈન્સ ખાતેની વનિતા વિશ્રામ સ્કૂલમાં ટ્રાન્સપોર્ટ સુવિધાના અભાવે વાલીઓનો હોબાળો

સુરતઃઆરટીઓ અને પોલીસ દ્વારા સ્કૂલ રિક્ષા અને વાન પર આકરા પગલા લેવામાં આવ્યા હતા જેથી સ્કૂલ વાન અને રિક્ષા બંધ થતાં વાલીઓની હાલત કફોડી થઈ હતી અઠવાલાઈન્સ ખાતે આવેલી વનિતા વિશ્રામ સ્કૂલના વાલીઓ દ્વારા થોડા દિવસો અગાઉ પણ આ મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે એસએમસી દ્વારા વાલીઓને સ્કૂલ બસ આપવાની વાત કરીને વિદ્યાર્થીઓના એરિયા વાઈઝ ડેટા મંગાવાયા હતાં બાદમાં વાલીઓએ સંપૂર્ણ વિગતો આપતાં પાલિકા દ્વારા હાથ ઉંચા કરી દેવાયા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું સાથે જ બે દિવસમાં સ્કૂલ વર્ધીનો નિવેડો નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે સ્કૂલ કેમ્પસમાં જ ધરણા પર બેસવાની ચીમકી આપવામાં આવી હતી


User: DivyaBhaskar

Views: 34

Uploaded: 2019-06-25

Duration: 00:49

Your Page Title