વડોદરા / મગરને દોરડા વડે બાંધીને ગ્રામજનોએ બાઇક પર સરઘસ કાઢ્યું, વીડિયો વાયરલ

વડોદરા / મગરને દોરડા વડે બાંધીને ગ્રામજનોએ બાઇક પર સરઘસ કાઢ્યું, વીડિયો વાયરલ

વડોદરાઃ વાઘોડિયાના આકડીયાપુરા ગામના લોકોએ નર્મદાની માઇનોર કેનાલમાંથી મગરને દોરડા વડે બહાર કાઢ્યો હતો ત્યારબાદ મગરને બાઇક પર બેસાડીને તેનું સરઘસ કાઢતા સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ થયો હતો વાયરલ વીડિયોને પગલે વન અધિકારીઓ દોડતા થઇ ગયા હતા br br br વાઘોડિયા તાલુકાના આકડીયાપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં મગર દેખાતા ગામ લોકોએ સરપંચને જાણ કરી હતી અને સરપંચે વન વિભાગને જાણ કરી હતી જેથી વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ હતું જોકે કેનાલમાં બે ફૂટ પાણી હોવાથી વન વિભાગના કર્મચારીઓ મગર પકડ્યા વિના જ જતા રહ્યા હતા, જેથી ગામ લોકો ભેગા મળીને દોરડાથી બાંધી મગરને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો અને બાઇક પર સરઘસ કાઢીને મગરને ગામના મંદિરે લઈ ગયા હતા


User: DivyaBhaskar

Views: 781

Uploaded: 2019-07-03

Duration: 00:53

Your Page Title