ગાંડીતૂર બનેલી ઔરંગા,દમણ ગંગામાં ધોડાપૂર આવતાં પાણી કિનારા ઓળંગી રિવરફ્રન્ટમાં ધુસ્યું

ગાંડીતૂર બનેલી ઔરંગા,દમણ ગંગામાં ધોડાપૂર આવતાં પાણી કિનારા ઓળંગી રિવરફ્રન્ટમાં ધુસ્યું

સુરતઃદક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની સવારી આવી પહોંચી હતી ભારે વરસાદના પગલે સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાંથી પસાર થતી દમણ ગંગા નદી ગાંડી તૂર બની છેબંને કાંઠે વહેતી દમણ ગંગા નદી હાલ કિનારાને પણ ઓળંગીને બહાર આવી રહી છે હાલ એના તટ પર આવેલ રિવર ફ્રન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે આજ નદીનો જૂનો પુલ હાલ બંધ કર્યો છે જે થોડો નીચો છે અને જૂનો છેપુલ પર લોકો પાણી જોવા ન આવે એ માટે પોલીસ પણ મુકવામાં આવી છેબીજી તરફ વલસાડમાં ઔરંગા નદીના વધેલા જળસ્તરથી લોકો ભયમાં મુકાયા છે જો કે, વરસાદ થંભી જતાં ઔરંગાના પાણીમાં થોડો ઘટાડો થતાં લોકોમાં હાલ હાશકારાની લાગણી છે જો કે તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે એકા બે ઈંચ એક સાથે વરસાદ પડે તો પૂરની સ્થિતિ સર્જાય તેવી ભીતિ સેવવામાં આવી રહી છે


User: DivyaBhaskar

Views: 1.1K

Uploaded: 2019-07-07

Duration: 02:31

Your Page Title