સરકારી શાળામાં ભણાવવા જાય છે આ કલેક્ટર, સરકારી શિક્ષણનું સ્તર સુધારવાની કવાયત

સરકારી શાળામાં ભણાવવા જાય છે આ કલેક્ટર, સરકારી શિક્ષણનું સ્તર સુધારવાની કવાયત

શાળામાં ભણાવતી આ વ્યક્તિ એ કોઈ સરકારી શિક્ષક નહીં પણ સરકારી અધિકારી છે જો તેમની વિસ્તારથી ઓળખ આપીએ તો તેઓભોપાલના કલેક્ટર તરુણ પિથોડા છે આજકાલ આ ઉચ્ચ અધિકારી તેમની એક અનોખી પહેલના કારણે દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે સરકારીશાળામાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે તેઓ પોતે જ ક્લાસ લેવા માટે જાય છે દસમા ધોરણમાં વિદ્યાર્થીઓને ભણાવવા પહોંચેલા આ અધિકારીને જોઈને ક્લાસના સ્ટૂડેન્ટ્સે પણ તેમનું તાળીઓ પાડીને સ્વાગત કર્યું હતું એવું પણ નહોતું કે આ કલેક્ટર સાહેબેમાત્ર અભ્યાસ જકરાવીને સંતોષ માન્યો હતો તરુણ પિથોડાએ ક્લાસરૂમમાં બાળકોને પૂછ્યું હતું કે તેઓ ભવિષ્યમાં શું બનવા માગે છે જેના જવાબો સાંભળીનેતેમણે આ વિદ્યાર્થીઓને તેમના સપનાને સાકાર કરવા માટેની ઉપયોગી ટિપ્સ પણ આપી હતીજ્યારે સ્થાનિક મીડિયાએ તરુણ પિથોડા સાથે br આવું કરવા પાછળનો હેતું જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે કલેક્ટરે જણાવ્યું હતું કે, "અમારો મકસદ સરકારી શાળાઓના સ્તરને ઉપર લાવવાનો છેસરકારી અધિકારીઓ પણ હવે માત્ર વિદ્યાર્થીઓને ભણાવીને સંતોષ નહીં માને પરંતુ આ બાળકોના સુંદર ભવિષ્યનું આયોજન થાય તે રીતે તેમનેસરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની પણ સંપૂર્ણ માહિતીઓ સમયાંતરે આપતા રહેશે જેના કારણે બાળકોને પણ ભણવામાં રસ પડે અને શિક્ષણનુંપ્રમાણ પણ ઉપર આવે"


User: DivyaBhaskar

Views: 207

Uploaded: 2019-07-09

Duration: 01:19

Your Page Title