હવે રૂપિયા અને પાણીની જેમ હેલ્થનું પણ ATM, જુદા-જુદા 40 જેટલા હેલ્થ ટેસ્ટ થશે

હવે રૂપિયા અને પાણીની જેમ હેલ્થનું પણ ATM, જુદા-જુદા 40 જેટલા હેલ્થ ટેસ્ટ થશે

દેશભરમાં સરકારી દવાખાના કે સરકારી તંત્રમાં આવી અદ્યતન હેલ્થ એટીએમની સુવિધા કોઈ જગ્યાએ નથી જેમાં ભાવનગર જીલ્લા પંચાયત પ્રથમ પ્રયાસ કરી આગામી દિવસોમાં હેલ્થ એટીએમની સુવિધા ઊભી કરવા જઈ રહ્યું છે પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 2 હેલ્થ એટીએમ બાદ 6 એટીએમની સુવિધા ઉપલબ્ધ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી તો ઠીક પરંતુ ખાનગી હોસ્પિટલ કે સંસ્થાઓમાં પણ આવા હેલ્થ એટીએમની સુવિધા ઉપલબ્ધ નથી જે ભાવનગરમાં પ્રથમ હેલ્થ એટીએમની સુવિધા શરૂ થશે જેમાં જુદા જુદા 40 જેટલા રિપોર્ટ કરી શકાશે દર્દીના રિપોર્ટ પણ ત્યાં ને ત્યાં જ પ્રિન્ટ ઉપરાંત મોબાઈલમાં મેસેજ કે મેઇલ દ્વારા પણ મેળવી શકાશે


User: DivyaBhaskar

Views: 364

Uploaded: 2019-07-10

Duration: 01:25

Your Page Title