બિહાર અને આસામમાં ભારે વરસાદથી પૂરની સ્થિતી, રેડ એલર્ટ આપી દેવાયું 

બિહાર અને આસામમાં ભારે વરસાદથી પૂરની સ્થિતી, રેડ એલર્ટ આપી દેવાયું 

બિહાર અને આસામ ભારે વરસાદ અને પુરથી ત્રસ્ત છે બન્ને રાજ્યોમાં બુધવાર સુધી મૃતકોનો આંકડો 94એ પહોંચી ગયો છે બિહારમાં 12 જિલ્લાઓના 4633 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે 67 લોકોના મોત થયા છે સીતામઢીમાં 17 અને મધુબનીમાં 11 લોકોના મોત થયા છે તો બીજી તરફ આસામમાં 29 જિલ્લાઓના 57 લાખ લોકો પુરના સંકજામાં છે અહીં 27 લોકો મોતને ભેટી ચુક્યા છે br br આસામના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ ગુવાહાટી સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ખતરાની આશંકાઓ સાથે વહી રહી છે રાજ્યમાં રેડ એલર્ટ આપી દેવાયું છે કેન્દ્ર સરકારે રાહત અને બચાવ માટે 25155 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે વાતચીત કરી અને દરેક શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે


User: DivyaBhaskar

Views: 268

Uploaded: 2019-07-18

Duration: 01:04

Your Page Title