સાપ જોઇ ભડકેલા બળદ હળ સાથે કૂવામાં પડ્યા; એકને બચાવાયો, એકનું મોત

સાપ જોઇ ભડકેલા બળદ હળ સાથે કૂવામાં પડ્યા; એકને બચાવાયો, એકનું મોત

નસવાડીઃ નસવાડીનાં આમરોલી ગામે યાસીનભાઈ દીવાનના ખેતરમાં બે બળદ હળ સાથે જોડેલાં હતાં સાંજના સમયે ચાકર બળદ લઈ ઘરે પરત ફરતો હતો, તે સમયે બળદ અચાનક સાપને જોઈ ભડકતા બન્ને બળદ હળ સાથે કૂવામાં પડતાં લોકો દોડી આવ્યા હતાં અને ટ્રેક્ટર અને મોટા દોરડા લાવી એક બળદને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો જ્યારે બીજો બળદ મૃત્યુ પામ્યો હતો અચાનક બનેલ ઘટનામાં ખેડૂતનો જીવ સમાન બળદ મૃત્યુ પામતા ખેડૂત ચોધાર આસુએ રડ્યો હતો જ્યારે ગ્રામજનોએ દોરડાથી બળદને ખેંચીને બહાર કાઢ્યો હતો ચાર ગ્રામજનો કૂવામાં ઉતર્યા હતાં, રાતના 9 કલાકે કૂવામાંથી બળદને બહાર કાઢવામાં આવ્યો હતો


User: DivyaBhaskar

Views: 234

Uploaded: 2019-07-19

Duration: 01:09

Your Page Title