હવામાન વિભાગ દ્વારા 29થી 31મી જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા 29થી 31મી જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃહવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આગામી 29 જુલાઈથી 31 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે 28 તારીખે વહેલી સવારથી જ વરસાદી ચક્ર મધ્યપ્રદેશમાંથી મધ્ય ગુજરાતમાં પ્રવેશ કરશે આ સાથે જ દાહોદ, વડોદરા, પંચમહાલ વગેરે જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે ત્યારબાદ 29મી જુલાઈએ વરસાદી ચક્ર સાબરકાંઠા સહિત અરવલ્લી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા થઈ કચ્છ તરફ ફંટાશે આ સમયે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યારબાદ 30મી અને 31મી જુલાઈએ મહેસાણા, પાટણ, પાલનપુર, બેચરાજી, હારિજ, રાધનપુર વગેરે જગ્યાએ 7 ઇંચ સુધી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, જો સિસ્ટમ મજબૂત બનશે તો આગામી 31મી તારીખ પછી પણ વરસાદ પડે તેવી શક્યતા છે


User: DivyaBhaskar

Views: 3.5K

Uploaded: 2019-07-26

Duration: 01:36