ઝરણામાં પડેલા પર્યટકની ડેડબોડી નીકાળવા જતાં જ પોલીસ કર્મી લપસ્યો

ઝરણામાં પડેલા પર્યટકની ડેડબોડી નીકાળવા જતાં જ પોલીસ કર્મી લપસ્યો

પુણેના લોનાવાલામાં આવેલા ઝરણાની પાસે ડૂબીને મરી ગયેલા પર્યટકની લાશ નીકાળવા જતાં એક પોલીસકર્મી પણ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો ધસમસતા પૂર વચ્ચે લાશ કાઢવાની કવાયતો આદર્યા બાદ અચાનક આ પોલીસકર્મી પાણીના વહેણમાં બેલેન્સ ખોઈ બેસતાં જ સીધો ધોધની નીચે પડ્યો હતો કલ્પના બહારની આવી દુર્ઘટના થવાથી ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓ પણ આઘાતમાં સરી પડ્યા હતા ઊંચાઈએથી નીચે ધોધમાં પડવાથી રાજેશ નામના પોલીસકર્મીની હાલત ગંભીર છે br પોલીસના જણાવ્યા મુજબ, મંગળવારે શ્રીરામ સાહૂ નામના પર્યટકે ધોધમાં ન્હાતાં સમયે પોતાનો જીવ ગુમાવ્યો હતોપોલીસને ઘટનાની જાણ થતાં એક ટીમ તે યુવકની લાશને બહાર નીકાળવા માટે ત્યાં પહોંચી હતી દોરડાં બાંધીને પાણીના પ્રવાહની વચ્ચે જઈને લાશ બહાર કાઢવા જતાં જ રાજેશ નામના પોલીસમેન પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો br આ ઘટના બાદ તરત જ લોનાવાલા પોલીસે ફરી એકવાર પર્યટકો માટે ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે ખરાબ મોસમમાં આ રીતનાં જોખમી પર્યટન સ્થળો પણ સાવધાની રાખે


User: DivyaBhaskar

Views: 249

Uploaded: 2019-08-01

Duration: 00:29

Your Page Title