પાક સેનાને રૂ. 865 કરોડની મદદ કરવાના નિર્ણયને ભારતે ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો

પાક સેનાને રૂ. 865 કરોડની મદદ કરવાના નિર્ણયને ભારતે ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો

અમેરિકા તરફથી પાકિસ્તાન સેનાને રૂ 865 કરોડ (125 કરોડ ડોલર)ની મદદ કરવાના નિર્ણયને ભારતે ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે જણાવ્યું કે, આ મુદ્દાને દિલ્હીમાં આવેલા અમેરિકન રાજદૂત અને વોશિંગ્ટન ટ્રમ્પના પ્રશાસન સામે રજૂ કરવામાં આવ્યો છે br br ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકન રાજદૂત સાથે સાઉથ બ્લોકમાં ચર્ચા કરવામાં આવી હતી તેમાં આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો અમેરિકન રક્ષા વિભાગે પેંટાગનમાં ગયા સપ્તાહે જ સંસદને જણાવ્યું હતું કે, તેઓ પાકિસ્તાનને એફ-16 ફાઈટર જેટ્સની દેખરેખ માટે રૂ 865 કરોડ આપશે પેંટાગનનો આ નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી સામે આવ્યો હતો


User: DivyaBhaskar

Views: 933

Uploaded: 2019-08-02

Duration: 00:59

Your Page Title