ગલીઓમાં ઘૂસેલા પાણીમાં માણસ તણાયો, તણખલાની જેમ સામાન પણ તરતો રહ્યો

ગલીઓમાં ઘૂસેલા પાણીમાં માણસ તણાયો, તણખલાની જેમ સામાન પણ તરતો રહ્યો

રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર થવાથી ચારેબાજુ પાણી જ પાણી છે સ્થાનિકો કુદરતના કહેર વચ્ચે અત્યારે પણ ઝઝૂમી રહ્યા છેતેવામાં અજમેરમાં પડેલા વરસાદને કારણે ગલીઓમાં ઘૂસી ગયેલા પાણીએ તાંડવ મચાવ્યું હતું ભારે વરસાદના કારણે અજમેરનું આના સાગર તળાવ પણ ઓવરફ્લો થયું હતું પાણીએ પોતાનો માર્ગ કરીને શહેરની ગલીઓમાં ઘૂસવાનું ચાલું કરતાં જ રોડ પર જ નદી વહેવા લાગી હોય તેવું દૃશ્ય સર્જાયું હતું ગઈકાલે અજમેર શરીફ દરગાહની પાસે જ જોવા મળેવા શોકિંગ ઘટનાક્રમનો વીડિયો પણ સામે આવ્યો હતો વીડિયોમાં પણ જોઈ શકાય છે કે ધસમસતા વહેતા પાણીમાં એક શખ્સ પોતાનું બેલેન્સ ગુમાવીને ગબડી પડે છે, નીચે પડેલો આ શખ્સ તેની જાતને સંભાળે તે પહેલાં જ પાણીના પ્રવાહની સાથે જ તણાવા લાગ્યો હતો આજુબાજુના લોકો મદદ કરે તે પહેલાં જ તે તણાતો તણાતો આગળ વહી ગયો હતો ગલીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે અનેક વસ્તુઓ પણ તણખલાની જેમ જ તણાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે સર્વત્ર જળબંબાકાર સર્જાતાં જ અજમેરવાસીઓને ઈસ1975ના પૂરની યાદો તાજી થઈ ગઈ હતી


User: DivyaBhaskar

Views: 6.9K

Uploaded: 2019-08-02

Duration: 00:57

Your Page Title