પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરામાં લોકોએ અનાજ સહિતની વસ્તુઓ રોડ પર ફેંકી દીધી

પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરામાં લોકોએ અનાજ સહિતની વસ્તુઓ રોડ પર ફેંકી દીધી

વડોદરાઃ પૂરની સ્થિતિને પગલે છેલ્લા ચાર દિવસથી વડોદરા શહેરનું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે વડોદરા શહેરમાં પાણી ઉતરતા હવે લોકો પોતાના ઘરોની બહાર નીકળી રહ્યા છે વડોદરાના કિશનવાડી ગધેડા માર્કેટ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતા જેથી લોકોએ પોતાના ઘરનો સામાન રસ્તા પર જ ફેંકી દીધો છે આ ઉપરાંત વેપારીઓએ અનાજ સહિતનો દુકાનનો તમામ સામાન રસ્તા પર ફેંકી દીધો છે શહેરના મુખ્ય રસ્તા પર ફેંકવામાં આવેલા આ સામાન જો સત્વરે હટાવવામાં નહીં આવે તો વડોદરા શહેરમાં રોગચાળાની ભીંતિ સેવાઇ રહી છે


User: DivyaBhaskar

Views: 1.4K

Uploaded: 2019-08-03

Duration: 00:59

Your Page Title