રેલવે સ્ટેશન પર વીજ કંટ્રોલ પેનલમાં ધડાકા સાથે લાગેલી આગ કાબૂમાં, મુસાફરોમાં ગભરાટ ફેલાયો

રેલવે સ્ટેશન પર વીજ કંટ્રોલ પેનલમાં ધડાકા સાથે લાગેલી આગ કાબૂમાં, મુસાફરોમાં ગભરાટ ફેલાયો

વડોદરા: વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2,3 ઉપર વીજ કંટ્રોલ પેનલમાં આજે અચાનક જ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી આગ ફાટી નીકળતા પ્લેટફોર્મ પર બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો જોકે, આગ વધુ ઉગ્ર બને તે પહેલા જ આગને પર કાબૂ મેળવી લેવાયો હતો રેલવેના પીઆઓ ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે, વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2,3 ઉપર વીજ કંટ્રોલ પેનલ છે આ વીજ કંટ્રોલની પેનલમાં આજે વીજ પ્રવાહ વધી ગયો હતો જેથી તેમાં આગ ભભૂકી ઉઠી હતી જોકે, આગની આ ઘટનામાં કારણે કોઇ જાનહાની થઇ નહોતી


User: DivyaBhaskar

Views: 1.3K

Uploaded: 2019-08-03

Duration: 00:57

Your Page Title