ધસમસતી નદીને ઓળંગવા જતાં બે જણા તણાઈ ગયા, શોકિંગ વીડિયો સામે આવ્યો

ધસમસતી નદીને ઓળંગવા જતાં બે જણા તણાઈ ગયા, શોકિંગ વીડિયો સામે આવ્યો

મધ્ય પ્રદેશમાં અનેક જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જીને વિરામ લીધો છે જો કે, મૂશળધાર વરસાદના પગલે રાજ્યની અનેક નદીઓમાં રેલ આવી હતીનદી-નાળાં પણ ભયજનક સ્તરે વહી રહ્યાં છે જેના કારણે અનેક ગામો પણ ટાપુમાં ફેરાવાઈ જતાં સંપર્કવિહોણાં પણ બન્યાં છે આવા હાડમારીભર્યા માહોલમાં શનિવારે સાંજે વિદિશાના લટેરીમાં બે લોકો ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા જેનો વીડિયો સામે આવતાં જ લોકોમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું પંચાયતના સભ્ય અને કંડક્ટરે લોકોની ના હોવા છતાં પણ બે કાંઢે વહેતી ચંદેરી નદીના પુલને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો જોત જોતામાં જ બંને જણા અધવચ્ચે જ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા ને બેલેન્સ ગુમાવતાં જ તણાઈ ગયા હતા ભારે શોધખોળના અંતે એસડીઆરએફની ટીમે પંચાયતના સભ્યનો મૃતદેહ શોધવામાં સફળતા મેળવી હતી જ્યારે કંડક્ટરની કોઈ પણ ભાળ મળી નહોતી


User: DivyaBhaskar

Views: 117

Uploaded: 2019-08-19

Duration: 01:02

Your Page Title