પાક. ક્રિકેટર હસન અને ભારતીય સામિયા આરજૂના નિકાહ

પાક. ક્રિકેટર હસન અને ભારતીય સામિયા આરજૂના નિકાહ

પાકિસ્તાની ક્રિકેટર હસન અલી અને ભારતીય એરોનોટિકલ એન્જિનીયર સામિયા આરજૂના દુબઈમાં નિકાહ થઈ ગયા છે આ નિકાહ દુબઈની ફેમસ હોટલ એટલાન્ટિસ ધ પામમાં થયા જેમાં બંનેના પરિવારના 30 જેટલા સભ્યો જ હાજર રહ્યા હતા હૉટલના બે અલગ અલગ બૉલરૂમ્સને બેહદ ખુબસુરતીથી સજાવવામાં આવ્યા હતા નિકાહ સમયે દુલ્હન બનેલી સામિયાએ લાલ રંગનો હેવી વર્ક્ડ લહેંગા પહેર્યો હતો જેણે ભારતીય પરંપરાને અનુસરી હાથમાં ચૂડો અને કલિરા પહેરી દુપટ્ટાને માથા સુધી રાખ્યો હતો તો હસને બ્લેક-ગ્રે શેરવાની પહેરી હતી સોશિયલ મીડિયા પર નિકાહના વીડિયો સામે આવ્યા છે ઉપરાંત સોમવારે હસનની મહેંદી સેરેમની થઈ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયો છે આ નિકાહ માટે પીસીબીએ હસનને છ દિવસની રજા આપી છે


User: DivyaBhaskar

Views: 2.5K

Uploaded: 2019-08-21

Duration: 01:46

Your Page Title