સુરતમાં BRTS રૂટ પર બસની ટક્કરે સાયકલ સવાર એક કિશારનું મોત, લોકોએ બસના કાચ તોડ્યાં

સુરતમાં BRTS રૂટ પર બસની ટક્કરે સાયકલ સવાર એક કિશારનું મોત, લોકોએ બસના કાચ તોડ્યાં

સુરત: શહેરના પાલનપુર જકાત નાકા નજીક આજે સાંજે BRTS રૂટ પર એક બ્લુ બસના ચાલકે સાયકલ સવાર બે બાળ મિત્રોને અડફેટે લેતા એકનું મોત થયું હતું જ્યારે બીજાનો બચાવ થયો હતો ઉશ્કેરાયેલા ટોળાએ બસના કાચ તોડ્યા હતા br br સુરત પાલનપુર જકાત નાકા નજીક નેનો ફ્લેટ સામે આજે શનિવાર સાંજે 7:30 વાગ્યાના અરસામાં BRTS રૂટ પર એક બ્લુ બસના ચાલકે સાયકલ સવાર બે બાળ મિત્રોને અડફેટે લઈ એકને કચડી નાખતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો જ્યારે આ દુર્ઘટનામાં સાયકલ પાછળ બેસેલ કિશોર બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે કાળનો કોળિયો બનેલો બાળક ઉગત નહેર પર રહેતો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ બાદ માસૂમ બાળકના પરિવારજનો અને પોલીસ તેમજ 108 ઘટના સ્થળે દોડી ગઈ હતી લોકોની ભીડ વચ્ચે પોલીસે મૃતક બાળકના શરીરને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાની કામગીરી હાથ ધરી હતી ઘટના બાદ સિટી બસ ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે જેથી ઉશ્કેરાયેલા ટોળાએ બસના કાચ તોડ્યા હતા


User: DivyaBhaskar

Views: 1.1K

Uploaded: 2019-08-25

Duration: 01:21

Your Page Title