પડતર પ્રશ્નોને લઇને સૌરાષ્ટ્રમાં મહેસૂલ કર્મચારીઓ એક દિવસની માસ સીએલની રજા મુકી હડતાળ પર ઉતર્યા

પડતર પ્રશ્નોને લઇને સૌરાષ્ટ્રમાં મહેસૂલ કર્મચારીઓ એક દિવસની માસ સીએલની રજા મુકી હડતાળ પર ઉતર્યા

રાજકોટ: આજે રાજ્યભરમાં મહેસૂલ કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઇને માસ સીએલની રજા મુકી હડતાળ પર ઉતર્યા છે ત્યારે રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના મહેસૂલ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે રાજકોટમાં મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું તેમજ સુત્રોચ્ચાર પણ કર્યા હતા આજની હડતાળથી અનેકવહીવટી કામો અટકી પડ્યા છે તેમજ અરજદારોના ઓફિસે ધક્કા થતા પરેશાન બની રહ્યા છે જ્યારે જૂનાગઢમાં એક કર્મચારીએ ચિમકી ઉચ્ચારી છે કે યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો 29 તારીખે અચોક્કસની મુદ્દત પર તમામ કર્મચારીઓ હડતાળ પર જશે રેવન્યુ તલાટીને મહેસુલ કર્મચારીઓની કામગીરી સોંપાઇ હોવાથી તેઓ હડતાળમાં જોડાયા નથી જૂનાગઢમાં 300 કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે


User: DivyaBhaskar

Views: 173

Uploaded: 2019-08-26

Duration: 00:45

Your Page Title