વાયનાડ પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું, ‘તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ હું નહીં લાવી શકું’

વાયનાડ પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું, ‘તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ હું નહીં લાવી શકું’

જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળતા મળ્યા બાદ રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં વાયનાડ પહોંચ્યા હતા અહી તેઓએ પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી જનસભાને સંબોધન કરતાં રાહુલે કહ્યું હતુ કે, ‘તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ હું નહીં લાવી શકું જો હું તેમ કહું તો માનજો કે હું ખોટું બોલી રહ્યો છું પરંતુ, તમારી તકલીફોને સમજી તમારી સાથે તેનો ઉકેલ મેળવવા માટેનો મારો પ્રયાસ ચોક્કસ રહેશે ’ ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019માં રાહુલ ગાંધી વાયનાડથી જ ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા છે


User: DivyaBhaskar

Views: 31

Uploaded: 2019-08-27

Duration: 00:53