ચોમાસું / મોડાસાના દધાલિયામાં ગઈકાલના સાડા ત્રણ ઇંચ બાદ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ

ચોમાસું / મોડાસાના દધાલિયામાં ગઈકાલના સાડા ત્રણ ઇંચ બાદ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ

મોડાસા: દધાલિયામાં ગઈકાલે દોઢ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ તૂટી પડતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું ત્યારે બીજા દિવસે આજે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ સિવાય જંબુસર, નવાઘરા, ઉમેતપુર, જીતપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે br br ગઈકાલે દધાલિયામાં 3 ઈંચ વરસાદ થયો હતો વરસાદને પગલે ડુંગરનું પાણી ગામના જાહેર રસ્તાઓને બજારમાં ફરી વળતા રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા હતા તોફાની વરસાદના કારણે ગામના નવ મકાનોની દિવાલો અચાનક તુટી પડતા લોકોમાં નાશભાગ મચી ગઇ હતી ભારે વરસાદના પગલે ગામને પડીને આવેલી અરવલ્લીની ગીરીમાળાઓની ભેખડો તૂટી પડી હતી અને રહેણાંક વિસ્તારમાં ડુંગરના પથ્થરો અને માટીના ઢગ ખડકાયા હતા ડુંગરનું પાણી ગામમાં ફરી વળતા બજારના રસ્તાઓ નદીમાં ફેરવાઇ ગયા હતા સાબરકાંઠા જિલ્લામાં તલોદમાં દોઢ, ઇડર-પોશીનામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે મોડાસામાં એક કલાકમાં 1 ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2019-09-01

Duration: 00:54

Your Page Title