10 હજાર પાટીદાર બહેનોએ ઊંઝા મહોત્સવનું દાયિત્વ સ્વીકાર્યુ

10 હજાર પાટીદાર બહેનોએ ઊંઝા મહોત્સવનું દાયિત્વ સ્વીકાર્યુ

મહેસાણા:અમદાવાદ સોલાના ઉમિયા કેમ્પસમાં યોજાયેલા દાયિત્વ સ્વીકૃતિ સન્માન સમારોહમાં ઊંઝા ઉમિયા માતાજીના સાનિધ્યમાં 18થી 22 ડિસેમ્બરે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં 10 હજારથી વધુ કડવા પાટીદાર બહેનોએ સેવા આપવા સમર્પિત સાથે સ્વીકાર કર્યો હતો br કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં 43 કમિટીઓ કાર્યરત થઈ છે, જેમાં સમાજની બહેનોને પણ લક્ષચંડી મહાયજ્ઞની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇ છે સોલા કેમ્પસમાં યોજાયેલા દાયિત્વ સ્વીકૃતિ સન્માન કાર્યક્રમમાં ઊંઝા સંસ્થાન અધ્યક્ષ મણિભાઈ મમ્મી, મંત્રી દિલીપભાઈ નેતાજી, મહોત્સવના ચેરમેન બાબુભાઇ જમનાદાસ પટેલ અને મહિલા કમિટીનાં અધ્યક્ષા ડૉજાગૃતિ પટેલ તથા આએએસ મહેન્દ્રભાઇ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં વિવિધ કમિટીઓમાં જોડાઇ સેવા આપવા સમર્પિત 10 હજાર બહેનોનું સન્માન કરાયું હતું મા અમે તૈયાર છીએના દ્રઢ સંકલ્પ સાથે બહેનોએ દાયિત્વ સ્વીકાર કરી ધન્યતા અનુભવી હતી


User: DivyaBhaskar

Views: 126

Uploaded: 2019-09-03

Duration: 00:50