ખાંભાના ઉમરીયા ગામમાં 2 કલાકમાં 8 ઇંચ, તાતણીયા ધરાવાળા ખોડિયાર મંદિરમાં 5 ફૂટ પાણી ઘૂસ્યા

ખાંભાના ઉમરીયા ગામમાં 2 કલાકમાં 8 ઇંચ, તાતણીયા ધરાવાળા ખોડિયાર મંદિરમાં 5 ફૂટ પાણી ઘૂસ્યા

ખાંભારાજકોટ: આજે 8 સપ્ટેમ્બરે સમગ્ર સૌરાષ્ટ્રમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાદળછાંયા વાતાવરણ વચ્ચે ખાંભા પંથકમાં વહેલી સવારે 1થી 4 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે તેમજ લાસા ગામમાં ભારે વરસાદથી રાવલિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે તાતણીયા ધરાવાળા ઘૂનામાં નદીેનું પાણી ઘૂસતા ખોડિયાર મંદિરમાં 5 ફૂટ સુધી પાણી ઘૂસ્યા છે ઉમરીયા ગામમાં 2 કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે ગામની ભાગોળે આવેલા પુલ પરથી પાણી ફરી વળ્યા છે ભારે વરસાદથી ઉમરીયા ગામ સંપર્કવિહોણું બન્યું છે ગામની શેરીઓમાં નદીની જેમ પાણી વહી રહ્યું છે


User: DivyaBhaskar

Views: 5.1K

Uploaded: 2019-09-08

Duration: 01:53

Your Page Title