પટનામાં ઝાડ પડવાથી 9 પોલીસકર્મીઓ ઘાયલ

પટનામાં ઝાડ પડવાથી 9 પોલીસકર્મીઓ ઘાયલ

બિહાર અને ઉત્તરપ્રદેશના અલગ અલગ વિસ્તારમાં વરસાદ અને વીજળી પડવાના કારણે 25 લોકોના મોત થયા છે આ મોત સોમવાર સાંજથી બુધવાર સવારે વચ્ચે થયા છે ખરાબ હવામાનના કારણે બિહારમાં 17 અને ઉત્તર પ્રદેશમાં 8 લોકોના મોક થયા છે બિહારમાં મંગળવાર સાંજથી ભારે વરસાદ ચાલું છે પટના સ્ટેશન પર પાણી ભરાતા ઘણી ટ્રેનની અવર જવર પર માઠી અસર પડી છે br br બિહારના કૈમૂર જિલ્લામાં વીજ ત્રાટકવાથી સૌથી વધુ નુકસાન થયું છે અહીં 4 લોકોના મોત થયા છે જ્યારે પાંચ દાઝી ગયા છે આ પ્રકારે મોતિહારીમાં 3, અરવલમાં 2, જહાનાબાદમાં 2, પટનામાં 2 અને મુઝફ્ફરપુરમાં એકનું મોત થયું છે સાથે જ અન્ય સ્થળે પણ ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટે મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે


User: DivyaBhaskar

Views: 1.4K

Uploaded: 2019-09-18

Duration: 00:54

Your Page Title