હેલ્મેટ પહેર્યા વિના જ ખૂલ્લેઆમ ફરે છે ઝાકિર મેમણ, પોલીસ પણ મેમો નથી ફાડી શકતી

હેલ્મેટ પહેર્યા વિના જ ખૂલ્લેઆમ ફરે છે ઝાકિર મેમણ, પોલીસ પણ મેમો નથી ફાડી શકતી

દેશમાં જ્યાં નવા ટ્ર્રાફિક નિયમ લાગુ કરાયા બાદ નિયમોનું પાલન નહીં કરનાર અનેક લોકોની સામે કડક કાર્યવાહીનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યાં જ ગુજરાતના છોટા ઉદેપુરના બોડેલીમાં એક અજીબોગરીબ મામલો સામે આવતાં જ પોલીસ પણ બે ઘડી ધરમસંકટમાં મૂકાઈ ગઈ હતી જ્યાં આખા રાજ્યમાં લગભગ દરેક નાગરિક હેલ્મેટ પહેરીને ટૂ-વ્હિલર લઈને જ નીકળે છે ત્યાં ઝાકીર મેમણ નામની આ વ્યક્તિ બિંદાસ્ત રીતે હેલ્મેટ વગર જ પોતાનું બૂલેટ લઈને ફરતો જોવા મળે છે સૌથી વધુ નવાઈ પમાડે એવી વાત તો એ છે કે ટ્રાફિક પોલીસ પણ તેને પકડ્યા બાદ તેની સામે કાર્યવાહી નથી કરી શકતી ઝાકીર માટે સમસ્યા ગણો તો સમસ્યા અને રાહત ગણો તો રાહત એ જ છે કે તેમનું માથું એટલું મોટું છે કે તેમની સાઈઝનું હેલ્મેટ જ માર્કેટમાં નથી મળતું br જ્યારે તેઓને પહેલીવાર હેલ્મેટ વગર બાઈક ચલાવતાં પકડ્યા હતા ત્યારે જ તેમણે આ સમસ્યા ટ્રાફિક પોલીસની આગળ વર્ણવી હતી પોલીસે પણ ત્યાં જ અનેક હેલ્મેટ ચેક કર્યાં હતાં પણ દરેક હેલ્મેટ તેમના માથા કરતાં નાની સાઈઝનાં જ નીકળ્યાં હતાં ઝાકિરની આવી સમસ્યા જોઈને પોલીસ પણ વિમાસણમાં મૂકાઈ ગઈ હતી કે તેમને મેમો આપવો કે નહીં?, બાદમાં જ્યારે ટ્રાફિક પોલીસે તેમની પાસે ડોક્યૂમેન્ટ્સ માગ્યા તો તે બધા જ કાગળિયાઓ પણ ઝાકિરની પાસે જ હતા અંતે ભારે મથામણ બાદ પોલીસે પણ તેમને મેમો આપ્યા વગર જ જવા દીધા હતા જો કે હેલ્મેટ વગર બાઈક ચલાવવા બદલ ઝાકિરને પણ અફસોસ થાય છે કેમ કે તેમની આ મુશ્કેલીના કારણે તેમને પોતાની સુરક્ષા મુદ્દે પણ સમાધાન કરવું પડે છે


User: DivyaBhaskar

Views: 311

Uploaded: 2019-09-19

Duration: 02:16

Your Page Title