ભાજપ ધારાસભ્યની કારે બાઈક ચાલકને કચડ્યો, 3 યુવકોના મોત

ભાજપ ધારાસભ્યની કારે બાઈક ચાલકને કચડ્યો, 3 યુવકોના મોત

ખરગારપુરથી ભાજપ ધારાસભ્ય રાહુલ સિંહ લોધીની પજેરો ગાડીએ બળગેવગઢ માર્ગ પર પપાવની ગામ પાસે બાઈક સવાર ત્રણ યુવકોને ટક્કર મારી હતી ઘટનામાં બે યુવકોનું સ્થળ પર જ અને ત્રીજા યુવકનું ઝાંસી સારવાર માટે લઈ જતી વખતે મોત થઈ ગયું હતું આ એક્સિડન્ટથી ગુસ્સે થયેલા લોકોએ ટીકમગઢ-બળદેવગઢ માર્ગ ચાર કલાક જામ રાખ્યો હતો તેમની ધારાસભ્ય પર એફઆઈઆર નોંધવાની માંગણી હતી પ્રશાસને સમજાવ્યા પછી જામ ખતમ થયો હતો br br રાહુલ સિંહ પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીના ભત્રીજા છે પોલીસે ધારાસભ્ય પર કલમ 304 એ (બેદરકારીથી ગાડી ચલાવવાથી કોઈનું મોત), કલમ 279337 અને 184 અંતર્ગત ફરિયાદ નોંધી લીધી છે જ્યારે મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે, ધારાસભ્ય પોતે જ ગાડી ચલાવી રહ્યા હતા


User: DivyaBhaskar

Views: 609

Uploaded: 2019-10-08

Duration: 00:37

Your Page Title