સુરતના માનદરવાજા પાસે જરીના વેપારીની હત્યા

સુરતના માનદરવાજા પાસે જરીના વેપારીની હત્યા

સુરતઃ શહેરના માન દરવાજા ટેનામેન્ટના ડી બ્લોકના ચોથા માળે રહેતા ગિરિશભાઈ રાણા (ઉવ 40) નામના વ્યક્તિને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે જરીના કારીગર ગિરિશભાઈ રાણા કામ પતાવી ઘરે આવ્યા હતા ત્યારે ઘરમાં બેઠા હતા ત્યારે અચાનક તેમની પત્નીએ લોહીના રેલા જોઈને બૂમાબૂમ કરી હતી જેને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ગિરિશભાઈને હોસ્પિટલ પહોંચાડ્યાં હતા ત્યારે ડ્યૂટી પર હાજર તબીબે ગિરિશભાઈને મૃત જાહેર કર્યા હતા આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે, અંધારાનો લાભ લઈ હત્યારાએ ગિરિશભાઈના ડાબા પગ પર છરી વડે ઘા માર્યા હતા તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે


User: DivyaBhaskar

Views: 1.8K

Uploaded: 2019-10-14

Duration: 00:44

Your Page Title