સર્કસમાં રીંછે ટ્રેનર પર હુમલો કર્યો, દર્શકો પણ ચિત્કાર કરી ઉઠ્યા

સર્કસમાં રીંછે ટ્રેનર પર હુમલો કર્યો, દર્શકો પણ ચિત્કાર કરી ઉઠ્યા

સોશિયલ મીડિયામાં સર્કસમાં રીંછે તેના ટ્રેનર પર કરેલા હુમલાનો કાળજું કંપાવી દે તેવો વીડિયો વાઈરલ થયો છે વીડિયોમાં જોઈ શકાય છે કે દર્શકોની સામે ખેલ બતાવતાં બતાવતાં અચાનક જ આ રીંછે તેના ટ્રેનરને બચકાં ભરવાનું શરૂ કરી દીધું હતું રીંછનો આવો હુમલો જોઈને તરત જ અન્ય સહાયક ટ્રેનરને બચાવવા માટે લાતો મારવા લાગે છે રીંછના હુમલાનો આવો શોકિંગ ઘટનાક્રમ જોઈને તરત જ દર્શકોએ પણ ચિચિયારીઓ પાડવા માંડી હતી સદનસીબે આ રીંછને તત્કાળ જ ઈલેક્ટ્રિક શોક આપીને કાબૂમાં કરાયું હોવાની માહિતી સામે આવી હતી તો આ હુમલાનો ભોગ બનનાર ટ્રેનરનો પણ બચાવ થયો હતો br રશિયન કાયદા મુજબ સર્કસમાં પ્રાણીઓના ઉપયોગ પર કોઈ પાબંદી નથી જ્યારે સામે કોઈ વ્યક્તિ પ્રાણીઓને પાળી શકતી નથી


User: DivyaBhaskar

Views: 7.8K

Uploaded: 2019-10-25

Duration: 00:52

Your Page Title