આતંકીઓએ સફરજન લાવવા માટે ગયેલા 2 ટ્રક ડ્રાઈવરોની હત્યા કરી

આતંકીઓએ સફરજન લાવવા માટે ગયેલા 2 ટ્રક ડ્રાઈવરોની હત્યા કરી

કાશ્મીરમાં આતંકી સફરજનના વેપાર સાથે જોડાયેલા ડ્રાઈવરો અને વેપારીઓને નિશાન બનાવી રહ્યા છે આતંકીઓએ ગુરુવાર રાતે શોપિયા જિલ્લામાં બે ટ્રક ડ્રાઈવરોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી બન્ને રાજસ્થાન અને હરિયાણાથી સફરજનનો માલ લાવવા માટે કાશ્મીર ગયા હતા સપ્તાહ પહેલા પણ આતંકીઓએ પંજાબના એક વેપારીની હત્યા કરી નાખી હતી શોપિયામાં 10 દિવસોમાં સફરજનના વેપાર સાથે જોડાયેલા લોકોની હત્યા કરાઈ છે br br પોલીસના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે રાજસ્થાનના અલવરના રહેવાસી મોહમ્મદ ઈલિયાસ અને હરિયાણાના મેવાત જિલ્લાના જાહિદ સફરજ લેવા માટે શોપિયા ગયા હતા બન્ને ટ્રક લઈને સુરક્ષાબળોને જાણ કર્યા વગર ઘાટીના અંદરના વિસ્તારમાં ચાલ્યા ગયા હતા આ દરમિયાન આતંકીઓએ તેમની પર હુમલો કરી દીધો હતો પંજાબના હોશિયારપુરનો ડ્રાઈવર જીવન પણ ઘાયલ થયો છે જમ્મુ-કાશ્મીર પોલીસ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે


User: DivyaBhaskar

Views: 1.4K

Uploaded: 2019-10-25

Duration: 00:41

Your Page Title