રાજપુરના યુવાને 4 હજારમાં હમસ્ટર ઉંદર ખરીદયો, ઘરમાં પરિવારના સભ્યની જેમ રાખે છે

રાજપુરના યુવાને 4 હજારમાં હમસ્ટર ઉંદર ખરીદયો, ઘરમાં પરિવારના સભ્યની જેમ રાખે છે

પાટણ હારીજ:સમાજમાં અનેક પ્રકારના જીવદયા પ્રેમીઓ હોય છે યુવાનોથી લઈ વયોવૃદ્ધ સુધી પોતાના ઘરે પશુ પક્ષી રાખવાનો પાળવાનો શોખ ધરાવતાં લોકો જોવા મળતાં હોય છે જેમાં મુખ્યત્વે પાલતુ પશુ પક્ષીઓમાં શ્વાન, બિલાડી, કબુતર, પોપટ, સસલું વગેરે પાળતા હોય છે પશુપ્રેમનો શોખ ધરાવનાર રાજપુર ગામનો 19 વર્ષીય યુવાન ઉંદર પ્રજાતિનો સફેદ હમસ્ટરને ચાર હજારમાં ખરીદીને લાવી પોતાના ઘરે સભ્યની જેમ રાખી તેનો અનેરો આનંદ મેળવી રહ્યો છે જેનાં ખોરાકનો ખર્ચ મહીને એક હજાર ઉપરાંત કરી ઉંદર પ્રેમનું આગવું ઉદાહરણ પુરું પાડી રહ્યો છે


User: DivyaBhaskar

Views: 2.2K

Uploaded: 2019-11-03

Duration: 01:20

Your Page Title