પ.બંગાળનો નહીં પણ બાંગ્લાદેશનો છે આ હરણના શિકારવાળો વીડિયો

પ.બંગાળનો નહીં પણ બાંગ્લાદેશનો છે આ હરણના શિકારવાળો વીડિયો

સોશિયલ મીડિયામાં હરણના શિકારનો આ વીડિયો જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ બંદૂકથી ગોળી મારીને હરણનો શિકાર કરી છે દાવો કરાઈ રહ્યો છે કે જે ગોળી મારી રહ્યો છે તે શખ્સ પબંગાળના વનવિભાગનો જ અધિકારી છે વાઈરલ થઈ રહેલી પોસ્ટમાં પણ બાંગ્લા ભાષામાં લખવામાં આવ્યું છે કે આ જે પીબી વનઅધિકારીએ એક હરણને મારી નાખ્યું આ વીડિયોને ચારેબાજૂ ફેલાવો જેથી આને જેલના સળિયા પાછળ ધકેલાઈ દેવાય 2 મિનિટ 40 સેકન્ડનો આ વીડિયો ટ્વીટર પર પણ અનેક યૂઝર્સે આ જ દાવા સાથે શેર કર્યો હતો br દિવ્ય ભાસ્કરે જ્યારે આ વીડિયોની ખરાઈ કરવાની ઝૂંબેશ હાથ ધરી ત્યારે અલગ જ સત્ય સામે આવ્યું હતું અમારી સામે જે હકિકત સામે આવી તે મુજબ આ વીડિયો પશ્વિમ બંગાળનો નહીં પણ બાંગ્લાદેશનો છે જેની વધુ ખરાઈ કરવા માટેની તપાસ હાથ ધરી તો જાણવા મળ્યું કે આ વીડિયો પણ આજથી ત્રણ વર્ષ અગાઉ એટલે કે જૂલાઈ 2015માં અપલોડ કરવામાં આવ્યો હતો બાંગ્લાદેશના ધ ડેલી સ્ટાર નામના અંગ્રેજી ન્યૂઝપેપરની યૂ ટ્યૂબ ચેનલ પર પણ આ વીડિયો અપલોડ કરાયો હતો જેમાં આપેલી માહિતી મુજબ એક વ્યક્તિએ તેના ફાર્મહાઉસમાં આ હરણનો શિકાર કર્યો હતો જેનો વીડિયો પણ તે જ વ્યક્તિએ ફેસબૂક પર પણ અપલોડ કર્યો હતો વીડિયો વાઈરલ થતાં જ આ વ્યક્તિએ પોતાનો પક્ષ પણ રજૂ કર્યો હતો અંતે વાઈરલ વીડિયોની તપાસમાં એ સ્પષ્ટ થાય છે કે આ વીડિયોને ભારત સાથે કોઈ જ કનેક્શન નથી સોશિયલ મીડિયા પર યૂઝર્સ ખોટા દાવાઓ કરીને તેને વાઈરલ કરી રહ્યા છે


User: DivyaBhaskar

Views: 157

Uploaded: 2019-11-08

Duration: 01:40

Your Page Title