શિવસેનાને સમર્થન આપવા વિશે વિચારીશું - નવાબ મલિક

શિવસેનાને સમર્થન આપવા વિશે વિચારીશું - નવાબ મલિક

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને સતત ખેંચતાણ ચાલી રહી છે રાજયપાલ ભગત સિંહ કોશ્યારીએ શનિવારે વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે આ બધાની વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(રાકાંપા)એ પણ સરકાર બનાવવા માટે શિવસેનાને સાથે આપવાનો સંકેત આપ્યો છે રાકાંપાના મુંબઈ ઓફિસના અધ્યક્ષ નવાબ મલિકે કહ્યું છે કે શિવસેના સંસદમાં ભાજપની વિરુદ્ધ વોટ કરે છે, તો અમે તેને સમર્થન આપવા અંગે વિચારી શકીએ છે br br મલિકે કહ્યું કે જો ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરે છે, તો હાઉસમાં ફલોર ટેસ્ટિંગ દરમિયાન રાકાંપા તેમની સામે વોટિંગ કરશે અમે જોઈશું કે શિવસેના પણ સરકાર પાડવા માટે ભાજપની સામે વોટ કરે છે કે નહિ બાદમાં અમે શિવસેનાના નેતૃત્વમાં વૈકલ્પિક સરકારના સમર્થન વિશે વિચારીશું


User: DivyaBhaskar

Views: 1.3K

Uploaded: 2019-11-10

Duration: 00:31

Your Page Title