ગુંદરી નજીક રાત્રે ટ્રક- ટેન્કર ટકરાયા ટ્રકમાં આગ લાગતાં ચાલક ભડથું

ગુંદરી નજીક રાત્રે ટ્રક- ટેન્કર ટકરાયા ટ્રકમાં આગ લાગતાં ચાલક ભડથું

દાંતીવાડા:ગુંદરી ડીસા હાઇવે પર રામદેવ હોટલ નજીક મંગળવારે રાત્રે ડીસાથી રાજસ્થાન તરફ જતું કેમિકલ ભરેલુ ટેન્કર અને પાંથાવાડા તરફથી ખાલી આવી રહેલી ટ્રક સામસામે ટકરાતાં ટ્રક પલ્ટી ખાઇ જતાં આગ ફાટી નીકળી હતી આગ એટલી ભયંકર હતી કે, ટ્રક ચાલક બહાર નીકળી શક્યો ન હતો, અને આગમાં જ ભડથું થઇ ગયો હતો જોકે હજુ સુધી ઓળખ થઈ શકી નથી br ગુંદરી ડીસા હાઇવે પર રામદેવ હોટલ નજીક મંગળવારે રાત્રે હાઇવે પર ડીસા તરફથી કેમિકલ ભરી અને પાંથાવાડા તરફથી ખાલી આવી રહેલ ટ્રક અથડાતા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતાં ડ્રાઈવર પોતાની ટ્રકમાં જ ફસાઈ ગયો હતો, અને જોત જોતામાં આગ વિકારાળ સ્વરૂપ પકડતાં ચાલક ભડથું થઇ ગયો હતો ઘટનાની જાણ પાંથાવાડા પોલીસને થતા દોડી આવી હતી,ઘટના સ્થળનું પંચનામું કરી ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે


User: DivyaBhaskar

Views: 101

Uploaded: 2019-11-13

Duration: 00:48

Your Page Title