અલમાતી એરપોર્ટથી ટેક ઓફ થતાં જ પ્લેન ક્રેશ થયું, 9ના મોત

અલમાતી એરપોર્ટથી ટેક ઓફ થતાં જ પ્લેન ક્રેશ થયું, 9ના મોત

કઝાખસ્તાનના અલમાતી એરપોર્ટ પાસે શુક્રવારે સવારે એક પેસેન્જર પ્લેન ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું તેમાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે પ્લેનમાં 95 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર્સ હતા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘બેક એર’ એરલાઈન્સનું પ્લેન અલમાતી શહેરથી પાટનગર નૂર સુલ્તાન તરફ જઈ રહ્યું હતું ટેક ઓફ થયા પછી સ્થાનિક સમય પ્રમાણે સવારે 722 વાગે વિમાને તેનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને તે બે ફ્લોરની એક બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું હતું br br ઘટના પછી ઈમરનજન્સી સેવા ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે ઘટના સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે તેમાં કાટમાળ નીચે દબાયેલી મહિલા એમ્બ્યુલન્સને બુમ પાડતી જોવા મળી રહી છે કઝાખસ્તાન સરકારે પ્લેન ક્રેશનું કારણ શોધવા કમિશનનું ગઠન કરવાની જાહેરાત કરી છે


User: DivyaBhaskar

Views: 4.5K

Uploaded: 2019-12-27

Duration: 01:20

Your Page Title