કારગિલ યુદ્ધના ‘હીરો’ રિટાયર, દુશ્મન પર વરસાવ્યા હતા રોકેટ અને બોમ્બ

કારગિલ યુદ્ધના ‘હીરો’ રિટાયર, દુશ્મન પર વરસાવ્યા હતા રોકેટ અને બોમ્બ

ભારતીય વાયુસેનાના કાફલામાં 1985માં સામેલ થયેલ મિગ-27 ફાયટર જેટ આજે રિટાયર થઈ જશે 3 દસક એટલે કે 30 વર્ષથી ભારતીય વાયુસેનાના ઘણાં મહત્વના મિશનોમાં મદદ કરનાર મિગ 27 આજે તેની અંતિમ ઉડાણ ભરશે જોધપુર એરબેસથી ઉડાણ ભર્યા બાદ અંતિમ સ્કૉડ્રનના 7 લડાકૂ વિમાનને વિદાય આપવામાં આવશે તો આવો જાણીએ મિગ 27એ ભારતીય વાયુસેનાને ક્યારે અને કેવી રીતે પોતાની શક્તિ બતાવી હતી 1985માં ભારતમાં જ એસેમ્બલ કરાયેલા 165 મિગ 27 વિમાનોને ભારતીય વાયુસેનાએ પોતાના કાફલામાં સામેલ કર્યા હતા મિગ 27એ તેની સૌથી વધુ તાકાત કારગિલ યુદ્ધમાં બતાવી હતી પાકિસ્તાન સાથે થયેલ 1999ના યુદ્ધમાં પણ મિગ 27 ફાયટર જેટ્સે મહત્વની ભૂમિકા અદા કરી હતી br અને પાકિસ્તાનના દુસ્સાહસોને નિષ્ફળ કર્યા હતા આર-29 એન્જીનની મદદથી આ ફાયટર ઓછી ઉંચાઇએ પણ ઝડપથી ઉડાણ ભરી શકે છે હવે તમને થશે કે આટઆટલી ખુબીઓ છતાં મિગ 27ની વિદાય કેમ? મિગ 27એ કારગિલમાં ભલે મહત્વની ભૂમિકા અદા કરી હોય પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ ફાયટર જેટ્સને ઘણી વખત દુર્ઘટનાઓનો શિકાર બનવું પડ્યું હતુ ત્યાં સુધી કે મિગ 27 દુર્ઘટનાઓ માટે ઓળખાવા લાગ્યુ હતુ ભારતીય વાયુસેનાએ 10 ટકા મિગ 27 ક્રેશમાં ગુમાવવા પડ્યા છે અને પશ્ચિમી દેશોમાં તૈયાર થતાં ફાયટર જેટ્સની સરખામણીમાં આ ફાયટર જેટ્સને ઘણાં અસુરક્ષિત માનવામાં આવતા હતા એટલે જ હવે ભારતીય વાયુસેનાએ મિગ 27 ફાયટર જેટ્સને કાફલામાંથી કાઢી નાખવાનું નક્કી કર્યું છે


User: DivyaBhaskar

Views: 402

Uploaded: 2019-12-27

Duration: 01:59

Your Page Title