ગાઝીયાબાદમાં વીજળીનો શોર્ટ લાગવાથી એક જ પરિવારના 6 સભ્યોનાં મોત

ગાઝીયાબાદમાં વીજળીનો શોર્ટ લાગવાથી એક જ પરિવારના 6 સભ્યોનાં મોત

રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (NCR)ના ગાઝીયાબાદ જીલ્લાના લોની વિસ્તારમાં વીજળીનો શોર્ટ લાગવાથી પાંચ બાળકો અને એક મહિલા સહિત એક જ પરિવારના છ સભ્યોના મોત થયા હતા પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે લોની પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા બેહતા હાજીપુર ગામમાં આ ઘટના બની હતી સર્કિટને લીધે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે, તેમ પોલીસે જણાવ્યું હતું br br મૃતકોમાં પરવીન (40), ફાતિમા (12), સાહિમા (10), રતિયા (8), અબ્દુલ અજીમ (8), અબ્દુલ અહદ (5)નો સમાવેશ થતો હતો સવારે જ્યારે બાળકો શાળાએ જવા ઘર બહાર નહીં નિકળતા પડોશીઓએ તપાસ કરતા આ ઘટનાની જાણ થઈ હતી આ અંગે માહિતી મળતા SSP અને અન્ય અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી


User: DivyaBhaskar

Views: 521

Uploaded: 2019-12-30

Duration: 00:32

Your Page Title