સુલેમાનીની દીકરીએ ટ્રમ્પને મૂર્ખતાના પ્રતીક ગણાવ્યા, કહ્યું- પિતાનું મોત અમેરિકાના ખરાબ દિવસો લાવશે

સુલેમાનીની દીકરીએ ટ્રમ્પને મૂર્ખતાના પ્રતીક ગણાવ્યા, કહ્યું- પિતાનું મોત અમેરિકાના ખરાબ દિવસો લાવશે

અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના વિશેષ સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની દીકરી જૈનબે સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગાંડપણ અને મૂર્ખતના પ્રતીક કહ્યા હતા તેણે કહ્યું કે મારા પિતાનું મોત અમેરિકા અને ઈઝરાયેલ માટે ખરાબ દિવસો લઇને આવશે શુક્રવારે અમેરિકાએ બગદાદ એરપોર્ટ પર ડ્રોન હુમલો કરીને સુલેમાનીની હત્યા કરી નાખી હતી br br તેહરાન વિશ્વવિદ્યાલયમાં તેના પિતાના અંતિમ સંસ્કારના સરઘસમાં ભીડને સંબોધિત કરતા જૈનબ સુલેમાનીએ કહ્યું કે મારા પિતા ઈરાકના મિલિશિયા નેતા અબુ મહદી અલ-મુહાંદિસની હત્યા કરીને ઈરાક અને ઈરાન વચ્ચે અલગાવ પેદા કરવાની ટ્રમ્પની યોજના નાકામ રહી તેનું એકમાત્ર કારણ બન્ને દેશો વચ્ચે ઐતિહાસિક એકતા છે જેનાતી અમેરિકા નફરત કરે છે સરઘસમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી-ખામનેઈ સહિત ઘણા નેતા સામેલ થયા હતા


User: DivyaBhaskar

Views: 2

Uploaded: 2020-01-06

Duration: 01:12

Your Page Title