સુરતમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, USથી આવેલા NRIની હાલત ગંભીર

સુરતમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, USથી આવેલા NRIની હાલત ગંભીર

સુરતઃ શહેરના નવજીવન સર્કલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયાના અહેવાલ છે અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી છે જેમાં USથી આવેલા કિરીટભાઈ વિરજીભાઈ ગણાત્રા(ઉવ55)ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયા હતા હાલત નાજૂક જણાતા સિવિલ બાદ કિરીટભાઈને વધુ સારવાર અર્થે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છેબનાવની પ્રારંભિક વિગતો એવી છેકે, વહેલી સવારે 435 વાગ્યાની આસપાસ એક ટ્રકે કારને અડફેટે લેતા કાર સર્કલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને સર્કલની દિવાલ તોડી અંદર ઘૂસી ગઇ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું એન્જીન પણ બહાર આવી ગયું હતું અકસ્માત થયાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા તાત્કાલિક 108ની ટીમને જાણ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા NRI કિરીટભાઈ વેસુમાં પોતાના મિત્રને ત્યાં આવ્યા હતા અને વહેલી સવારે અમદાવાદ જવા નીકળ્યાં હતા એ સમયે તેમની કારને અકસ્માત નડ્યો હતો


User: DivyaBhaskar

Views: 9.4K

Uploaded: 2020-01-08

Duration: 01:35

Your Page Title