પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં ઘૂસીને કારે બાઈક સાથે અકસ્માત કર્યો,બાઈકર 15 ફૂટ હવામાં ફંગોળાયો

પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં ઘૂસીને કારે બાઈક સાથે અકસ્માત કર્યો,બાઈકર 15 ફૂટ હવામાં ફંગોળાયો

યોર્કશાયરના ખાલી કહી શકાય તેવા રોડ પર સર્જાયેલા એક થથરાવી નાખે તેવા અકસ્માતના ફૂટેજ વાઈરલ થઈ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કારચાલક અચાનક જ રોંગ સાઈડમાં ઘૂસી જાય છે જેના કારણે તેની સામે આવી રહેલો બાઈકર ધડાકાભેર કાર સાથે અથડાય છે આ અકસ્માત એટલો ભયાનક હતો કે જેના કારણે બાઈકસવાર પણ અંદાજે 15 ફૂટ જેટલો હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો આ અકસ્માતમાં બાઈકસવાર પણ ગંભીર રીતે ઘાયલ થતાં જ આખો કેસ કોર્ટમાં ગયો હતો br રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના દૃશ્યો કારચાલકના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ ગયા હતા જેના કારણે કારચાલકની બેદરકારી પણ સામે આવતાં જ કોર્ટે પણ સમાજમાં દાખલો બેસાડવા માટે તેને 16 મહિનાની સજા અને 3 વર્ષ સુધી તેનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કર્યું હતું આ શોકિંગ અકસ્માત 28 એપ્રિલ 2019માં સર્જાયો હતો જેના પર ચૂકાદો આપતાં જજે પણ નોંધ્યું હતું કે સમાજમાં એ સંકેત સ્પષ્ટ રીતે જવો જોઈએ કે જો તમે કારને ડ્રાઈવ કરી રહ્યા છો તો એ તમારી પહેલી ફરજ છે કે તેને સલામત રીતે ચલાવવી હાઈ પાવર્ડ સ્પોર્ટ્સ કાર ચલાવનાર દરેક વ્યક્તિએ કારની સવલતો અને તેની પોતાની ક્ષમતાઓને ધ્યાને રાખવી જોઈએ આરોપી આ બાબતે બેદરકાર રહ્યો હોવાથી તેને કોર્ટે સજા આપી હતી


User: DivyaBhaskar

Views: 170

Uploaded: 2020-01-12

Duration: 01:17

Your Page Title