વડાલીમાં પતંગ ચગાવતો બાળક 3 માળની બિલ્ડિંગની અગાસી પરથી પટકાયો, માથામાં વાગતા મોત

વડાલીમાં પતંગ ચગાવતો બાળક 3 માળની બિલ્ડિંગની અગાસી પરથી પટકાયો, માથામાં વાગતા મોત

હિંમતનગર:સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં અગાસી પર પતંગ ચગાવતો બાળક 3 માળની બિલ્ડિંગની અગાસીથી નીચે પટકાયો હતો તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો જો કે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું પવન સગર નામનો 11 વર્ષીય બાળક 3 માળની બિલ્ડિંગની અગાસીથી પટકાતા તેને વડાલીમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ઈડર ખસેડવામાં આવ્યો હતો બાળકની સ્થિતિ ખબૂ જ ગંભીર હતી તેનું ચાલુ સારવારે મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું હતું પતંગના કારણે અકસ્માતનો આ ઉત્તરાયણ પૂર્વેનો ત્રીજો બનાવ છે


User: DivyaBhaskar

Views: 3K

Uploaded: 2020-01-13

Duration: 00:47

Your Page Title